ઘણા દિવસોથી લોકડાઉનના કારણે ધંધા-રોજગાર ઠપ્પ પડ્યા છે. સુરતમાં લુમ્સ સહિતનાં કારખાનો બંધ છે. તેવા સમયે સુરતના લાસકાણામાં લુમ્સ અને એમ્બ્રોઈડરીના કારીગરોએ શુક્રવારે રાત્રે વતન જવા માટે હોબાળો મચાવ્યો. લોકડાઉન લંબાવવાની વાતની અફવા પર ધ્યાન આપી રસ્તા પર ઉતરીને કારીગરોએ ટાયર્સ સળગાવીને વિરોધ નોંધાવ્યો હતો. ત્યાં સુધી કે, કારીગરોએ રસ્તેથી પસાર થતી એમ્બ્યૂલન્સ પર પણ પથ્થરમારો કરી નાખ્યો હતો. લોકડાઉન વધવાના અણસારને લઇને રોષે ભરાયેલા કારીગરોએ પરિસ્થિતીને તંગ બનાવી દીધી હતી. જો કે, સુરક્ષાદળોએ તાત્કાલીક પરિસ્થિતીને થાળે પાડીને 50 જેટલા કારીગરોની અટકાયત કરી હતી.