Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
 • તમને કોઈ એમ કહે કે ગુજરાતી રંગભૂમિના એક કલાકારના સ્મિતની કિંમત લાખો રૂપિયામાં આંકી શકાય તો તમે નહિ માનો. પરંતુ એમના ઘરનો પ્રવીણ જોશીનો ફૂલ સાઈઝનો ફોટો જોશો તો તમે આ વિધાન સાથે ૧૦૦ ટકા સંમત થશો. નાટ્યસર્જક તરીકે પ્રવીણ જોશીનો પરિચય મોગરાના સાપ (૧૯૬૩), ચંદરવો (૧૯૬૫), કોઈનો લાડકવાયો (૧૯૬૪), સંતુ રંગીલી (૧૯૭૩), મૌસમ છલકે (૧૯૭૮), સપ્તપદી (૧૯૬૭), થેંક યુ મી. ગ્લાડ (૧૯૭૭), કુમારની અગાશી, વૈશાખી કોયલ, એવમ્ ઇન્દ્રજીત, મોતી વેરાણા ચોકમાં, શરત, ખેલંદો, કદમ મિલાકે ચલો, મંજુ મંજુ, તિલોત્તમા, માનસ નામે કારાગાર, ચોર બાઝાર, પ્રેમશાસ્ત્ર, સળગ્યા સુરજમુખી, સપનાના વાવેતર, ધુમ્મસ, સાહ્યબો મારો ગુલાબનો છોડ જેવા અનેક નાટકોથી આપવો એના બદલે એમ કહી શકાય કે પ્રવીણ જોશીએ વર્ષો સુધી તખ્તાના પ્રેક્ષકોને નિતનવીન નાટકોથી તરબતર રાખ્યા.

  પ્રવીણ ૩ અક્ષરનું નામ – એમાં રંગભૂમિની ત્રણે પ્રવીણતા હતી. દિગ્દર્શક, કલાકાર અને પ્રેક્ષક તરીકેની એવું માનતા સરિતા જોશી. ૧૯ જાન્યુઆરી ૧૯૭૯ ના ગોઝારા દિને આ દુનિયાની રંગભૂમિ પરથી સાવ અચાનક એક્ઝીટ લેનાર પ્રવીણ જોશી વિષે આજે મહાનુભાવોએ કરેલા કથનની વાતો કરવી છે, કારણ કે આ નવી રંગભૂમિના અનેક કલાકારોએ તો માત્ર એમની ઓળખ બાબતની પરીકથા જેવી લાગતી સફળતાની કહાણીઓ સાંભળી છે, નાટકો અને ડીવીડી કે એમના નાટકોના ફોટા સુદ્ધા જોયા નથી.

  એક લટાર યાદોની કુંજગલીમાં – એક વિહાર સ્વપ્નોની કલ્પભૂમિમાં. ઘરનું જ એક માનસ ગયું હોય એવો આંચકો, મુંબઈના જ નહિ, ગુજરાતભરના અનેક કુટુંબોએ પ્રવીણ જોશીના અવસાનના સમાચાર સાંભળીને અનુભવ્યો હતો. એમણે નવી રંગભૂમિના સર્જનમાં પાયાનું (ને શિખરનું પણ) કામ કર્યું. સિતાંશુ યશચંદ્રના ઉપરોક્ત વિધાન સાથે એમણે લખેલ પંક્તિઓનો અમુક હિસ્સો આ રહ્યો.

  ક્યાં ચાલ્યો, આમ સાહ્યબા, આ સુનો મૂકી મહેલ રે,

  અરે હજી તો અધવચ્ચ દ્રશ્ય, ખેલંદો હજી તો અડધો ખેલ રે,

  મસ્ત છબીલો, દુલ્લોરાજા, મોહક, દિલનો મીણ રે,

  હોઠ ખૂણે સ્મિત, નેણ ખૂણે વીજ, રંગરાજવી પ્રવીણ રે.

  ‘મંજુ મંજુ’ નાટકની રજૂઆત પહેલા પ્રવીણ જોશી ઉવાચ : હું લેખક નથી, દિગ્દર્શક છું. મારો પરિચય બે સાથે, એક તખ્તો અને બીજો પ્રેક્ષક! માટે જ મારા તરંગોમાં, વિચારોમાં અનાયાસ પ્રેક્ષક સૌપ્રથમ આવીને બેસે છે. પ્રેક્ષક સૌથી રળિયામણી વસ્તુ છે. કેટલાય લેખકોની મહાગંગા વહીને જ્યાં આખરે સમાણી છે એવી રસાળ ધરતીનો માલિક એટલે પ્રેક્ષક! કલાની સચ્ચાઈ અને જૂઠને દૂધ અને પાણી જુદા કરતો હંસ જેવો પ્રેક્ષક! સેંકડો વર્ષોથી જેણે સગી આંખોએ નીતનવા પ્રયોગો જોયા એ કલાવારસાનો અધિકારી પ્રેક્ષક! અને છતાં તેનો તાગ ન નીકળે એવો ઊંડો અગાધ પ્રેક્ષક!

  પ્રવીણ જોશી સાથે અનેક વર્ષો કામ કરનાર અને ‘મૌસમ છલકે’ ના લેખક તારક મહેતાએ એમને અભિનયમાં પરિશ્રમ, અભ્યાસ અને નિષ્ઠાવાન તરીકે ઓળખાવ્યા. પ્રવીણની વિશિષ્ટતા એમની ભાષામાં હતી. ગુજરાતી ભાષા પ્રત્યેની એની પ્રીતિ, ઊંડી સમજ અને ચીવટને કારણે અન્ય કલાકારો – દિગ્દર્શકોથી એ નોખો તરી આવતો. પ્રેક્ષકોને આંજી નાખવાને બદલે એને ભાવાવેશમાં લઇ જઈ મંત્રમુગ્ધ અવસ્થામાં મૂકી દેતો. નાટક એટલે નાટક. પછી તેમાં પત્ની કામ કરતી હોય, સગો ભાઈ કામ કરતો હોય કે જીગરજાન દોસ્ત. કંઈ પણ અધકચરૂં ચલાવી લેવાની વાત નહિ. વહાલથી વર્તે પણ કોઈ વાંકું ચાલે તો વિફરે, ડંખ બિલકુલ નહિ, પણ ફૂંફાડો ખરો, ઘમંડ નહિ પણ રૂઆબ તો ખરો. નાના – મોટા પાસેથી સારામાં સારૂ કામ ઉઠાવવાની કુનેહ, નાટક સફળ જાય, નિષ્ફળ જાય પરંતુ ચહેરા ઉપર સદા રમતું સોહામણું સ્મિત ન જાય. પ્રવીણ જોશી પાસે હતો સ્વપ્નોનો ભંડાર જે કદી ખૂટતો નહિ. મને જો એ ઉપરવાળા દિગ્દર્શક મળી જાય તો એક લેખકની હેસિયતથી હું જરૂર કહું કે, તમારી સ્ક્રીપ્ટ તદ્દન વાહિયાત છે. પ્રવીણ પાસે ખોટી એક્ઝીટ કરાવી છે.

  પ્રવીણ જોશીના ડેથ પછી ઉત્પલ ભાયાણીએ ‘ગુજરાતી રંગભૂમિનો શૂન્યાવકાશ’ એવા હેડીંગ સાથે લખ્યું : ગુજરાતી રંગભૂમિનો જીવતો માણસ સાવ અચાનક સદાને માટે ચાલ્યો ગયો. કુદરતની ક્રૂરતાની પણ કોઈ હદ હોવી જોઈએ. નહિ પ્રવીણ, આમ તારાથી ચાલી ન જવાય. તારું આમ ચાલી જવું કોઈપણ સંજોગે ગુજરાતી રંગભૂમિને પરવડે તેમ નથી. તને ખોવો અમને પાલવે તેમ નથી. તારું ન હોવું ગુજરાતી રંગભૂમિ પર શૂન્યાવકાશ સર્જી દેશે!

  સરસ્વતીકુમાર શર્માએ માત્ર પિસ્તાલીસ વર્ષની ઉંમરે ચીરનિંદ્રામાં પોઢી ગયેલા પ્રવીણ જોશીની જીંદગીમાં તખ્તા પરની એક્ઝીટ બાબત કહ્યું – પાનખરમાં ખરી પડતા બધા જ પાંદડા કાંઈ પીળા અને સુકા હોતા નથી. એમાં કોઈક કોઈક તો લીલાછમ હોય છે. કાળને કહેવું શું? અંગુઠે વાઢ મુકિયો! આ કાવ્યપંક્તિ સાંભરી આવે તેવી આ દારુણ ઘટના છે.

  પ્રવીણની નાનકી (જેને તમે પૂર્વી જોશી તરીકે ઓળખો છો) ના શબ્દોને સરોજ પાઠક કઈ રીતે કહે છે, ‘મારા પિતાને મારે ભૂતકાળથી સાંભળવાના અને તમે બધા અને પ્રેક્ષકોએ એમને જે રીતે હરતાફરતા રંગભૂમિ ગજાવતા જોયા એવા તો મારે જોવાના જ નહિ ને? એ કેવું કમનસીબ? વિજ્ઞાનયુગમાં જન્મ્યા અને ઉછર્યા છતાં નાટકના કલાકાર મારા પિતાને સિનેમાવાળાઓની જેમ અમારી પેઢીએ ફરીથી જોવાના નઈ. જૂની ફિલ્મોના કલાકારોને એમના વારસદારો અને નવી પેઢી જોઈ શકે, મારે તો માત્ર હતા અને ઈતિહાસ જ વાંચી બેસી રહેવાનું ને? કારણ કે મારા પિતા રંગભૂમિના યુગ હતા.’

  વેણીભાઈ પુરોહિતે પ્રવીણ જોશીને આધુનિક રંગભૂમિના અભિમન્યુ તરીકે ઓળખાવ્યા. દરેક ક્ષેત્રમાં અભિમન્યુ જન્મે છે અને આવું જ પરિણામ આવે છે... ત્યારે... ત્યારે... તવારીખને તમ્મર આવી જાય છે. સાત કોઠા સર કરવા નીકળેલા અભિમન્યુને કુંતીએ રક્ષાની રાખડી બાંધી હતી પણ એ રાખડી કામ આવી નહિ. રંગભૂમિએ પ્રવીણ જોશીને રક્ષાની રાખડી બાંધી હતી પણ અવશ્યમ્ ભાવી પાસે અભિમન્યુ સાતમો કોઠો સર ક્યાંથી કરી શકે?

  પ્રબોધ જોશીએ કહ્યું : ગુજરાતી રંગભૂમિનો સુરજ મધ્યાહન પ્રકાશના પુંજ રેલાવતો થયો એમાં તેજસ્વી પ્રકાશપુંજ જેવો પ્રવીણ જોશી અચાનક ચાલુ નાટકે પરાકાષ્ઠા અને રસ જામ્યા હતા. ત્યાં પડદો પાડીને તખ્તા અને જગતના મંચ ઉપરથી પ્રસ્થાન કરીને ચાલી ગયો અને સમગ્ર રંગભૂમિ ક્ષુબ્ધ બની ગઈ. પ્રવીણ જોશી આપણને આમ અનરાધાર છોડીને ચાલ્યા ગયા ત્યારે ઠપકો એમને એટલો જ આપવાનો કે ઉતાવળ શેં કરી? કર્ટન કોલ બાકી હતો પ્રવીણ...!

  કર્ટન કોલ : ચાર દાયકાથી ગુજરાતી રંગભૂમિ પર એકહથ્થુ રાજ કરતી સરિતાને સંગીત નાટક અકાદમીનું ૧૯૮૮ ના વર્ષનું શ્રેષ્ઠ અભિનેત્રીનું પારિતોષિક મળ્યું હતું. એ સરિતા રંગભૂમિને એક મંદિર ગણે છે અને તે જ રીતે રંગભૂમિની સતત સેવા બજાવી રહ્યા હતા. એ સરિતા જોશી પ્રવીણ જોશી વિષે કહે છે : કોઈ પણ કલાકારમાં તાકાત એને દેખાતી તો એને બહાર કાઢી સ્ટેજ પર મૂકી દેતો અને એ પાત્ર સજીવન થઇ જતું. પ્રવીણને તખ્તાએ આપ્યું એ કરતા તો સો ગણું વધારે પ્રવીણે તખ્તાને આપ્યું છે. હા, વધારામાં તેણે મેળવ્યો છે પ્રેક્ષકોનો નિર્વ્યાજ પ્રેમ.

   ગજ્જર નીલેશ

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ