Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ગુણવત્તાના નામે ગુજરાતી ફિલ્મોને ગજવામાં ઘાલવાની નીતિ!

    ઠેઠ ૧૯૩૨માં પહેલી ગુજરાતી ફિલ્મ બની હતી.  9 એપ્રિલના રોજ આપણા મહાકવિ નરસિંહ મહેતા પર બનેલી આ ફિલ્મના દિગ્દર્શકે એ જમાનામાં આ ફિલ્મ બનાવવા ઘણી મહેનત કરેલી. દિગ્દર્શક નાનુભાઈ વકીલે આ ફિલ્મની સ્ક્રિપ્ટ કનૈયાલાલ મુનશી, કવિ ન્હાનાલાલ, પ્રભુલાલ દ્વિવેદી અને સાક્ષર આનંદશંકર ધ્રુવને પણ વંચાવીને તેમનાં સૂચનો લીધેલાં. આનંદશંકરે તો તેમને સલાહ આપેલી કે ફિલ્મનું નામ સીધુંસાદું ‘નરસિંહ મહેતા’ જ રાખો, જેથી જનસમુદાય સમજી શકે અને ફિલ્મમાં ચમત્કારો સહેજ પણ લાવ્યા વિના નરસૈયાના આચાર-વિચાર અને તેમના તપોજ્ઞાનને ઉજાગર થાય એવું જ કરજો.

    અને એ પ્રમાણે જ સાત વાર સ્ક્રિપ્ટ લખાયા પછી જ આ ફિલ્મ બનાવવા નરસિંહ મહેતા અને તેમના જીવન સાથે સંકળાયેલાં પાત્રો કેવાં હોઈ શકે, એ સમયનું જૂનાગઢ કેવું હોઈ શકે ? એ બધાં જ પાત્રો અને લોકેશન માટેનાં સ્કેચ ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવલ પાસે બનાવડાવ્યાં અને નાગરકુટુંબોની લગ્નવિધિઓથી માંડી તમામ ઝીણવટભરી બાબતોનો અભ્યાસ કરી આ ફિલ્મ બનાવવામાં આવી હતી. નરસિંહ મહેતાના ઘરે લાગતું ખંભાતી તાળું પણ કેટલી ય વાર અમદાવાદની ગુજરીબજારમાં આંટા મારીને રવિશંકરે મેળવ્યું હતું જે ફિલ્મમાં વપરાયું હતું!

    એ જમાનામાં આજથી ૮૫ વર્ષ પહેલાં જ્યારે ફિલ્મ ટેક્‌નોલૉજી અને સાધનો પૂરેપૂરાં વિકાસ પામ્યાં ન હતાં ત્યારે કૅમેરામેનથી માંડી ટેક્‌નિશિયનોએ દૃશ્યો ગોઠવતાં ઘણી મર્યાદાઓ અને કારમી મજૂરીનો સામનો કરવો પડતો હતો. એ અરસામાં આવી ઝીણવટોનું ધ્યાન રખાતું હતું, ત્યારે મનમાં સવાલ ઊઠે કે તો સમયમાં તેનાથી ચડિયાતી ઉત્તમ ગુજરાતી ફિલ્મો આપણને મળવી જોઈતી હતી, કેમ ન થયું ? આજના ડિજિટલ યુગમાં આ બધું વિચારવું જરૂરી બની રહે છે.

    શહેરોમાં વસતો ગુજરાતી મધ્યમ વર્ગ હિંદી ભાષા સમજવામાં દક્ષિણનાં રાજ્યો અને બંગાળથી આગળ છે. પાંચમા ધોરણથી હિન્દી શીખવાને લીધે અને ગુજરાતીની નજીકની ભાષા હોવાથી તેણે હિન્દી ફિલ્મોને જોવા માટે સહજતાથી સ્વીકારી અને મુંબઈમાં હિંદી ફિલ્મ - ઇન્ડસ્ટ્રીઝમાં મોટા ભાગે ગુજરાતી અને રાજસ્થાની નિર્માતાઓ રહ્યા છે. વ્યાપક દર્શકગણ મળવાના ધંધાકીય ગણિતને લઈ ગુજરાતી હિંદી ફિલ્મોમાં જ રોકાણ કરવાનું મુનાસિબ માને છે. તેને કારણે ગુજરાતી કલાકારો, છબીકારો, સંકલનકારો, અન્ય ટેક્‌નિશિયનોનું હિંદી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીઝમાં મોટું પ્રદાન રહ્યું છે. અને તે કારણે જ મહદ્‌અંશે ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીઝ ઉપેક્ષિત રહી.

    ૧૯૬૦માં ગુજરાત રાજ્ય અલગ બન્યું હતું અને હિંદી ફિલ્મના જાણીતા કલાકારોને લઈ બનેલી ‘મહેંદી રંગ લાગ્યો’ અને ‘અખંડ સૌભાગ્યવતી’ જેવી ફિલ્મોને ગુજરાતનાં શહેરોમાં વિશેષ કરીને ગૃહિણીઓમાં ઘેલું લગાડ્યું અને તેમાં આકર્ષણનું કેન્દ્ર હિંદી ફિલ્મ અભિનેતા-અભિનેત્રીઓ ઉપરાંત ગુજરાતનાં લોકેશન્સ, લગ્નગીતો અને ખાસ તો નારીકેન્દ્રી વાર્તાને લઈ આ બંને ફિલ્મોએ રજતજયંતી ઊજવી હતી. સાથેસાથે શહેરીકરણને લઈ ગ્રામીણ પરિવેશમાંથી આવેલા પરિવારોમાં આ ફિલ્મોએ ઘણું આકર્ષણ જમાવ્યું.

    એ પછી તો ગુજરાત સરકારની ગુજરાતી ફિલ્મો માટે ટૅક્સ ફ્રીની નીતિને કારણે આઠમો દાયકો ગુજરાતી ફિલ્મોનો ગોલ્ડન પિરિયડ કહેવાયો. ૧૯૭૧થી માંડી ૧૯૮૦ સુધીમાં ગુજરાતી ફિલ્મોના આરંભથી માંડી ૧૯૭૦ સુધી બનેલી કુલ ફિલ્મો કરતાં આ દસકામાં બનેલી ફિલ્મોની કુલ સંખ્યા ઘણી બધી વધી જાય છે.

    ૧૯૭૧માં પહેલી ઇસ્ટમેનકલર ફિલ્મ જાણીતી ‘જેસલ-તોરલ’ની પ્રણયકથા પરની હતી, જેમાં લોકપ્રિય ગુજરાતી નાટ્યકલાકારો ને લોકપ્રિય લોકગાયકો ઇસ્માઇલ વાલેરા અને દીવાળીબહેન ભીલ હતાં. રવીન્દ્ર દવે દિગ્દર્શિત આ ફિલ્મે એક નવી હલચલ ઊભી કરી. અને આ દિગ્દર્શક રવીન્દ્ર દવેએ ૧૯૭૧થી માંડી ૧૯૮૧ સુધીમાં ૨૪ ગુજરાતી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે.

    હરિયાળી ક્રાંતિ અને રોકડિયા પાક જેવા કે મગફળી ને કપાસને લઈ અને ખાસ તો જમીન-સુધારણાના કાયદાના અમલને લઈ ગ્રામીણ મધ્યમવર્ગમાં રૂપિયા ખરચવાની તાકાત વધી. તેમની પાસે શિક્ષણ ન હતું. મનોરંજનમાં પરંપરાગત લોકકથાવાર્તા, ભવાઈ અને ડાયરાને રાસ-ગરબા હતા અને તેને લઈને જાણીતી દંતકથાઓ અને લોકસંગીતના મસાલાઓથી ભરપૂર ફિલ્મોમાં મોટો દર્શકવર્ગ મળતો અને ટૅક્સ ફ્રીએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી.

    ૧૯૯૦થી ગુજરાતી ફિલ્મોના વળતાં પાણી શરૂ થતાં દેખાય છે. ઑડિયો કૅસેટ્‌સ, વીડિયો-કૅસેટ્‌સ અને કમર્શિયલ ગુજરાતી ટીવી શ્રેણીઓએ, ફિલ્મ કરતાં પણ સસ્તાં મનોરંજનના દરવાજા ખોલ્યાં. ૧૯૯૦ની આસપાસ બનેલી છ ગુજરાતી ફિલ્મોનો મેં તે સમયે અભ્યાસ કર્યો હતો. આ ફિલ્મો ટેક્‌નિકલી ખૂબ જ નિમ્ન ક્વૉલિટીની હતી અને એક જ સ્ટુડિયોસેટ પર બધી ફિલ્મો બની હોય એમ એક સરખી રાજાશાહીના સમયની વાર્તાઓ અને તેમાં તદ્દન હલકી ગુણવત્તાની એક જ પ્રકારની રમૂજો દેખાતી હતી. સ્ટિરિયો ટાઇપ ગરબા-રાસ ભરચક હતા. માત્ર સરકારી સહાય અને કેટલાક ગ્રામીણ અને શહેરી ચોક્કસ દર્શકો માટે જ આ ફિલ્મ બનતી હોય એ સ્પષ્ટ દેખાતું હતું.

    ૧૯૯૦ પછી એક નોંધપાત્ર વાત એટલી બની કે સૌરાષ્ટ્રની દંતકથા-લોકકથાઓની જગ્યાએ ઉત્તર ગુજરાતનાં લોકગીતો, દંતકથાઓએ સ્થાન લીધું. શ્વેતક્રાંતિ અને સિંચાઈની સગવડો વધતાં કદાચ તેને કારણે ઉત્તર ગુજરાતમાં દર્શકો વધ્યા હતા તેમ ગણી શકાય. જેમાં મણિરાજ બારોટ જેવા લોકકલાકારોની બોલબાલા થઈ. ઠાકોરસમાજના અને દલિતસમાજના કલાકારોનું ગુજરાતી ફિલ્મોમાં મહત્ત્વ વધ્યું તે નોંધપાત્ર છે.

    મણિરાજ બારોટના સનેડાએ આખા ગુજરાતને ઘેલું લગાડ્યું અને નવી વીડિયો ટેક્‌નોલોજીના વિકાસને લઈ વીડિયો આલ્બમોની બોલબાલા વધી. વીસીડી-સીડી ટેક્‌નોલૉજીએ મનોરંજન વધુ સસ્તું બનાવ્યું.

    -- ગજ્જર નીલેશ

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ