Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

 અજીત મર્ચન્ટ

 અજીત મર્ચન્ટની વિશેષતા એ હતી કે તેઓ શાસ્ત્રીય સંગીત અને પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતના ખાસા જાણકાર હતા. તેમનું ખૂબ જ જાણીતું ગીત, જેને દિલીપ ધોળકિયાએ ગાયું હતું. ‘તારી આંખનો અફીણી.....’ ગીત લોકજીભે ચડી ગયું હતું. (આ ગીત મૂળ વેણીભાઈ પુરોહિતનું છે.) સુગમ સંગીતના કાર્યક્રમમાં આ ગીત ખૂબ જ ગવાયું. આ ગીતની શરૂઆતમાં પાશ્ચાત્ય સંગીતની ધૂન છે. જેમાં ‘પિયાનો’ નો ઉપયોગ થયો છે. ત્યારબાદ ગીત શરૂ થાય છે. તેમની ‘કરિયાવર’ નામની ફિલ્મમાં ‘ગોરી જાજા રહીયેના ગુમાનમાં.....’ ગીત સરસ હતું. આ ગીત મુકેશ અને ગીતા રોય દ્વારા ગવાયું હતું. તેમણે કુલ ૯ ફિલ્મોમાં કામ કર્યું. જેમાંથી ૮ રીલીઝ થઇ અને એક થઇ શકી નહિ.

 “તમને અમે બિલકુલ યાદ કરતા નથી. કારણ કે તમને અમે ભૂલ્યા જ નથી.” એવો ચબરાકીયો સંવાદ કેટલાક કિસ્સામાં શબ્દશઃ સાચો પડતો હોય છે. સંગીતકાર અજીત મર્ચન્ટની વાત કંઇક એ જ પ્રકારની હતી.

 ૮૮ વર્ષના દીર્ઘ, તંદુરસ્ત અને સંગીતમય જીવન દરમિયાન અજીત મર્ચન્ટની ખ્યાતી મુખ્યત્વે ‘તારી આંખનો અફીણી....’ ના સંગીતકાર તરીકેની ફિલ્મ ‘દીવાદાંડી’ (૧૯૫૦ નું વેણીભાઈ પુરોહિતે લખેલું. દિલીપ ધોળકિયાએ ગાયેલું) એ ગીત ગુજરાતીઓએ ત્રણ પેઢીથી પ્રચંડ લોકપ્રિયતા ધરાવે છે. પરંતુ ૧૯૪૦ ના દાયકાની મધ્યથી શરૂ થયેલી અજીત મર્ચન્ટની સંગીત સફર જીવનના અંતભાગ સુધી, લગભગ સિત્તેર વર્ષ એક યા બીજા સ્વરૂપે ચાલુ રહી. મૃત્યુના થોડા સમય પહેલા અજીત મર્ચન્ટ અને દિલીપ ધોલ્ક્કીયાને ‘મુનશી સન્માન’ અર્પણ કરીને ભારતીય વિદ્યા ભવને સંગીતક્ષેત્રે તેમના સમગ્ર પ્રદાનને ફરી એકવાર પ્રકાશમાં લાવી દીધું.

 ‘સાગર મુવિટોન’ ના સંગીતકાર અશોક ઘોષના સહાયક તરીકે કારકિર્દી શરૂ કરનાર અજીત મર્ચન્ટે ૧૯૪૮ માં ‘કરિયાવર’ ફિલ્મમાં પહેલીવાર સ્વતંત્રપણે સંગીત આપ્યું. ફિલ્મના કુલ ૧૧ ગીતોમાં ગીતા દત્ત (એ વખતે ગીતા રોય) ના છ અને ગુજરાતીમાં પહેલીવાર ગાનાર મીના કપૂરના ચાર ગીતો હતા. તેમાંથી બે ખુદ અજીત મર્ચન્ટના મીના કપૂર સાથેના યુગલગીત હતા. ‘કેસૂડાની કળીએ રૂડો ફાગણીયો લહેરાય.....’ અને ‘અમે વણઝારા.....’. ગીતા દત્ત જેવો ભાવવાહી, પણ નજાકતમાં તેમનાથી ચઢિયાતો અવાજ ધરાવતા મીના કપૂર, અજીત મર્ચન્ટના પ્રિય ગાયિકા બની રહ્યા. તેમણે ગાંઠના પૈસે અને પત્ની નીલમ મર્ચન્ટના નામ પરથી ‘નીલમ ફિલ્મ્સ’ ના બેનર હેઠળ ‘દીવાદાંડી’ ફિલ્મ બનાવી. તેમાં સાતમાંથી ચાર ગીત મીના કપૂરના ‘સોલો’ (એકલગીત) હતા. ફક્ત ફિલ્મોમાં જ નહિ. ‘આ માસના ગીતો’ જેવા ભારતીય વિદ્યાભવનના કાર્યક્રમ માટે પણ તેમણે મીના કપૂર પાસે ગુજરાતી ગીત ગવડાવ્યા.

 અજીત મર્ચન્ટે ફિલ્મો અને રેડિયો માટે મીના કપૂર, ગીતા દત્ત, આશા ભોંસલે, સુમન કલ્યાણપુર, સુલોચના કદમ, મન્ના ડે, તલત મહેમૂદ જેવા નામી ગાયકો પાસે ગુજરાતી ગીતો ગવડાવ્યા. જગજીત સિંઘ અને અનુરાધા પૌડવાલે પોતાની કારકિર્દીનું પહેલું ફિલ્મી ગીત ગુજરાતી ફિલ્મમાં અનુક્રમે ‘બહુરૂપી’ અને ‘માંડવાની જુઈ’ માં અજીત મર્ચન્ટના સંગીતમાં ગાયું. ‘ધરતીના છોરું’ ૧૯૭૦ માં જગજીત સિંઘ અને સુમન કલ્યાણપુરે અજીત મર્ચન્ટના સંગીતમાં ગાયેલું વેણીભાઈનું ગીત ‘ઘનશ્યામ નયનમાં.....’ અમર બન્યું છે. અસલમાં આ ગીત અજીત મર્ચન્ટે પચાસના દાયકામાં ‘આ માસના ગીતો’ કાર્યક્રમમાં રજૂ કર્યું હતું. જે અજીત શેઠ અને નિરુપમા શેઠે ગાયું હતું. એ વખતે બંનેના લગ્ન થયા ન હતા. અજીત મર્ચન્ટ ઘણીવાર હળવા મૂડમાં પોતાના સંપર્કથી કે પોતાના ગીતો થકી પ્રેમમાં પડેલા જોડાને યાદ કરતા. તેમાં નિરુપમા – અજીત શેઠ, ભુપેન્દ્ર – મિતાલી અને જગજીત – ચિત્રાનો ઉલ્લેખ કરતા.

 પોતાને પહેલી તક આપનાર અજીત મર્ચન્ટનો ગુણ જગજીત સિંઘ છેવટ સુધી ભૂલ્યા ન હતા અને તેમનો ગૌરવભેર જાહેર સ્વીકાર કરતા હતા. કારકિર્દીની શરૂઆતમાં અજીત મર્ચન્ટ માટે ગાયેલા બિનફિલ્મી ગીત ‘રાત ખામોશ હૈ.....’ નો જગજીત સિંઘ એ પોતાના આલ્બમ ‘મુનઝીર’ માં સમાવેશ કર્યો. એટલું જ નહિ. અજીત મર્ચન્ટના સન્માન માટે એક કાર્યક્રમ યોજવામાં રસ લીધો.

 સ્વતંત્ર મિજાજ, સ્વમાનના ભોગે કામ નહિ કરવાની જીદ અને ગુજરાતી ફિલ્મ સંગીત ક્ષેત્રે ચાલતી ભાવકાપ હરીફાઈમાં નહિ પડવાને કારણે અજીત મર્ચન્ટે માંડ નવ ગુજરાતી અને આઠ હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું. તેમના સંગીતમાં ‘સપેરા’ માટે મન્ના ડેએ ગાયેલું ‘રૂપ તુમ્હારા આંખો સે પી લું......’ સંગીતપ્રેમીઓ અને મન્ના ડેના ભક્તોનું પ્રિય ગીત બની રહ્યું. લતા મંગેશકરે જુદા જુદા સંગીતકારો માટે ગાયેલા ગીતો વિશેનો અભ્યાસપૂર્ણ ગ્રંથ ‘બાબા તેરી સોનચિરૈયા’ (પ્રકાશક : લતા મંગેશકર રેકોર્ડ સંગ્રહાલય, ઇન્દોર, ૨૦૦૮) તૈયાર કરનાર લેખક ‘અજાતશત્રુ’ એ નોંધ્યું છે તેમ, ફક્ત આ એક જ ગીતથી હિન્દી ફિલ્મ સંગીતમાં અજીત મર્ચન્ટ અમર બની ગયા છે.

 શાસ્ત્રીય અને પાશ્ચાત્ય સંગીતનો ઊંડો અભ્યાસ ધરાવતા અજીત મર્ચન્ટે પચાસના દાયકામાં ભારતીય વિદ્યાભવન આયોજિત ‘આ માસના ગીતો’ કાર્યક્રમમાં વાદ્યવૃંદ અને ઓરકેસ્ટ્રાના વિશિષ્ટ પ્રયોગો સાથે ગુજરાતી ગીતો રજૂ કરીને નવો ચીલો પાડ્યો. ફિલ્મો ઉપરાંત મુંબઈ રેડીયોમાં તેમણે દસ વર્ષ કામ કર્યું. સંખ્યાબંધ જાહેરખબરોના જિંગલ બનાવ્યા. ઉત્તરાવસ્થામાં નાટકોનું સંગીત તેમની મુખ્ય પ્રવૃત્તિ બની. તેમનું સંગીત ધરાવતા ગુજરાતી, હિન્દી, મરાઠી નાટકોની સંખ્યા બસ્સોથી પણ વધારે થાય છે.

 અજીત મર્ચન્ટ પાસે હતાશ થવાના ઘણા કારણ હતા. પરંતુ પોતાની શરતે જીવનારા અજીત મર્ચન્ટને નિરાશા ઘેરી શકી નહિ. પોતાના આજીવન સાથી અને ગીત ગાતા કડી ભૂલી જાય તો અધુરી કડી પૂરી કરી દે એવા પત્ની નીલમ મર્ચન્ટ સાથે તેમણે સંતોષી અને સ્વમાની જીવન વિતાવ્યું. છેલ્લા એકાદ દાયકા દરમિયાન તેમના ધબકતા સંગીતરસ અને જીવનરસનો પરચો મળ્યા કરતો હતો. ગુજરાતી અને અંગ્રેજી સાહિત્યની તેમની સમજણ સુક્ષ્મ અને ઊંડી હતી. કદાચ એટલે જ વેણીભાઈ પુરોહિતના ઘણા ગીતો તેમણે ઉત્તમ રીતે સ્વરબદ્ધ કર્યા. ઉમાશંકર જોશી સહિત ઘણા ગુજરાતી કવિઓની રચનાઓની કેવળ નિજાનંદ ખાતર તે હાર્મોનિયમ પર ધૂન બનાવતા હતા. એ પ્રવૃત્તિ છેવટ સુધી તેમણે ચાલુ રાખી. ‘સુગમ સંગીત’ જેવા લેબલની અને ખાસ તો સુગમ સંગીતના નામે મોટે ભાગે જે કંઈ ચાલે છે એની તેમને ભારે ચીડ હતી. “બાકીનું બધું શું દુર્ગમ સંગીત છે?” એવી મજાક તે હંમેશા કરતા..

 જગજીત સિંઘે અજીત મર્ચન્ટના સંગીત નિર્દેશનમાં બે ગીતો ગાયા હતા. જગજીત સિંઘે ગાયેલું તેમની કારકિર્દીનું પહેલું ગીત “લાગી રામ ભજનની લગની.....” ફિલ્મ ‘બહુરૂપી’ (૧૯૬૯) માટે હતું અને બીજું ગીત, જગજીત અને સુમન કલ્યાણપુરનું યુગલગીત, ફિલ્મ ‘ધરતીના છોરું’ (૧૯૭૦). બંને ગીતોના કવિ વેણીભાઈ પુરોહિત અને સંગીતકાર અજીત મર્ચન્ટ.

 આમ, અજીત મર્ચન્ટ એ ગુજરાતી ફિલ્મ સંગીત ક્ષેત્રનું એક કદીય ન ભૂલાય તેવું નામ રહેશે.

. ક્રમશઃ

સીને રિપોર્ટર: ગજ્જર નીલેશ

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ