રાષ્ટ્ર સ્વયંસેવક સંઘના 100 વર્ષ પુરા થવાની ઉજવણીની જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. શતાબ્દી મહોત્સવને ધ્યાને રાખીને ‘100 વર્ષની સંઘ યાત્રા - નવી ક્ષિતિજ’ કાર્યક્રમનું પણ આયોજનની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકર કહ્યું છે કે, દિલ્હીમાં 26થી 28 ઓગસ્ટ ત્રણ દિવસનો સંવાદ કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં આરએસએસના પ્રમુખ મોહન ભાગવત પણ સામેલ થશે.