ભારતીય-અમેરિકન રિપબ્લિકન નેતા નિક્કી હેલીએ કહ્યું કે અમેરિકાએ ચીનને છૂટ આપીને ભારત જેવા “મજબૂત સાથી” સાથેના તેના સંબંધો બગાડવા જોઈએ નહીં. તેમણે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર ભારે ટેરિફ લાદવાના અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પગલા સામે પોતાનો અભિપ્રાય આપતા આ ટિપ્પણી કરી.