ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધરાલીમાં વાદળ ફાટવાથી નીચાણવાળા ગામોમાં અચાનક પૂર આવ્યું અને અનેક મકાનો દટાયા અને તણાઈ ગયા. આ કાટમાળ પૂરમાં હર્ષિલમાં સ્થિત સેનાનો કેમ્પ પણ આવી ગયો, જ્યારબાદ સેનાના 8-10 જવાન પણ ગુમ થયા છે. ઉત્તરકાશીના હર્ષિલ નજીક ધરાલી ગામ નજીક મંગળવાર (5 ઓગસ્ટ 2025)ના રોજ વાદળ ફાટ્યા બાદ તબાહીના દ્રશ્યો જોવા મળ્યા.