ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં એક કરૂણ ઘટના બની છે, જેમાં ખેતરમાં મૂકવામાં આવેલા ઈલેક્ટ્રિક ઝટકા મશીનનો કરંટ લાગતા બે લોકોના મોત થયા છે. મૃતકોમાં એક યુવક અને એક યુવતીનો સમાવેશ થાય છે. પોલીસે હાલ બંનેના મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.