Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયની ડિફેન્સ એક્વિઝિશન કમિટીએ નવા લડાકુ વિમાનો અને કોમ્બેટ હેલિકોપ્ટર્સની ખરીદીને મંજૂરી આપી દીધી છે. ૨.૩૩ લાખ કરોડ રૂપિયાના ખર્ચે વિમાનો-હેલિકોપ્ટર્સ, મિસાઈલો વગેરે ખરીદવામાં આવશે. આ રકમમાંથી ૯૮ ટકાની ફાળવણી સ્વદેશી ડિફેન્સ પ્રોડક્ટ ખરીદવા પાછળ કરવામાં આવશે, તેના કારણે સ્વદેશી ડિફેન્સ ઈન્ડસ્ટ્રીને બૂસ્ટર મળશે અને નોકરીની નવી તકો સર્જાશે. સ્વદેશી નિર્માતાઓને અત્યાર સુધીમાં મળેલો આ સૌથી મોટો ઓર્ડર હોવાનું પણ અહેવાલોમાં કહેવાયું હતું. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં કમિટીએ આ માતબર બજેટને મંજૂરી આપી હતી. આ વિમાનો, હેલિકોપ્ટર્સ અને મિસાઈલોના કારણે આર્મી વધુ મજબૂત બનશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ