દક્ષિણ એશિયામાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ભારતમાં છેલ્લા એક સપ્તાહમાં જ કોરોનાના કેસ અંદાજે 700 જેટલા વધીને 1000થી વધુ થઈ ગયા છે ત્યારે અમેરિકામાં કોરોના વાયરસથી પ્રત્યેક સપ્તાહે ૩૫૦થી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે તેમ અમેરિકાના સેન્ટર્સ ફોર ડીસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્સન વિભાગે જણાવ્યું હતું. બીજીબાજુ વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)એ દાવો કર્યો છે કે દુનિયામાં ૨૮ દિવસમાં કોરોનાથી 2861 લોકોનાં મોત નીપજ્યાં છે.