ગુજરાતમાં સળંગ ત્રણ દિવસથી મૃત્યુઆંકનો ગ્રાફ નીચે ઢળી રહ્યો છે. શનિવારે ૨૩, રવિવારે ૨૧ દર્દીઓનાં મૃત્યુ થયાના મેડિકલ બુલેટિન બાદ સોમવારે વિતેલા ૨૪ કલાકમાં ૨૦ દર્દીઓના અવસાન થયાનું આરોગ્ય અગ્રસચિવ ડો.જંયતિ રવિએ જાહેર કર્યુ હતુ. આ કમનસીબ સંખ્યા જ નહીં, વિતેલા ૨૪ કલાકમાં ૨૯૭૮ ટેસ્ટ પૈકી પોઝિટિવ રિપોર્ટની સંખ્યા પણ ઘટીને ૩૪૭એ પહોંચી છે. અગાઉના બે દિવસ પોઝીટીવ કેસોની સંખ્યા અનુક્રમે ૩૯૮ અને ૩૯૪ રહી હતી. રવિવારે અત્યાર સુધીના બમ્પર ડિસ્ચાર્જ બાદ સોમવારે વધુ ૨૧૯ને હોસ્પિટલમાંથી રજા મળતા વિતેલા ત્રણ જ દિવસમાં ૯૦૮ દર્દીઓને ૭ દિવસના આઈસોલેસનમાં રહેવાની શરતે ડિસ્ચાર્જ આપવામા આવ્યા છે.