લોકડાઉન- ૪ના આરંભે છ- સાત દિવસનો છૂટછાટનો કાળ વધુ ઘાતક નિવડયો છે. કોવિડ- ૧૯ના ટેસ્ટ પર નિયંત્રણ વચ્ચે ૨૪ કલાકમાં અમદાવાદમાં ૩૧૦ સહિત ૨૦ જિલ્લાઓમાંથી વધુ ૪૦૫ પોઝિટિવ રિપોર્ટ મળતા ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયાના ૬૮માં દિવસે નોવેલ કોરોના વાઇરસથી ચેપગ્રસ્તોની સંખ્યા ૧૪,૪૬૮એ પહોંચી છે. ૨૪ કલાકમાં ૩૦ના મૃત્યુ થતા ગુજરાતમાં અત્યાર સુધીમાં ચીનથી ઊતરેલી આ મહામારીમાં ૮૮૮ નાગરિકોનો ભોગ લેવાયો છે. એટલું જ નહીં, સોમવારની સાંજે સરકાર દ્વારા જાહેર થયેલા મેડિકલ બુલેટિનમાં અત્યાર સુધીમાં પહેલીવાર વેન્ટિલેટર ઉપર ૧૦૯ દર્દીઓને નાજુક સ્થિતિમાં રાખ્યાનું સ્પષ્ટ કર્યું છે. આમ, ૬૩ દિવસના છિછરા લોકડાઉન કરતા આવનારા સમયમાં વધુ કોરોના બ્લાસ્ટની શક્યતા નકારી શકાય ઔતેમ નથી.