ભારતમાં આર્થિક ગતિવિધિઓ શરૂ કરવાના ભરપૂર પ્રયાસો વચ્ચે કોરોના વાઇરસનો પ્રકોપ ઉગ્ર બની રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી સંક્રમિત ૧૩૨ દર્દીનાં મોત થતાં મોતનો કુલ આંકડો ૩,૪૩૫ થયો હતો. દેશમાં નવા સંક્રમિત કેસોએ પણ વેગ પકડયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫,૬૦૯ નવા પોઝિટિવ કેસ સામે આવતાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા ૧,૧૨,૩૫૯ થઇ હતી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલ દેશમાં કુલ ૬૩,૬૨૪ કોરોનાના સક્રિય કેસ છે જ્યારે કુલ ૪૫,૨૯૯ દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરાયાં છે.