અમદાવાદમાં આજથી શાકભાજી અને કરિયાણાનું વેચાણ શરૂ થઈ ગયું છે. જોકે, આ પહેલા તમામ સુપર સ્પ્રેડર ગણાતા ફેરિયા અને વેપારીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 700 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. ત્યારે સરકારે શાકભાજી કે કરિયાણું ખરીદતા પહેલા કેટલીક તકેદારી રાખવાની સલાહ આપી છે, તેમજ દરેક ગ્રાહકે ખરીદી કરતા પહેલા વેપારીનું હેલ્થ કાર્ડ તપાસવાની સલાહ આપવામાં આવી છે. તેમજ જેમની પાસે હેલ્થ કાર્ડ હોય તેમની પાસેથી વસ્તુ ખરીદો.
એડિશન ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાએ જણાવ્યું હુતં કે, લગભગ 33 હજાર જેટલા સુપર સ્પ્રેડર્સનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. તેમજ 12,500 સુપરસ્પ્રેડર્સનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 700 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. 700 લોકો સિવાય સ્ક્રીનિંગ થયેલા લોકોને હેલ્થ કાર્ડ અપાયા છે. વડા પ્રધાનના દો ગજ દૂરીના સ્લોગનનું પાલન કરવા લોકોને સૂચના આપી છે. આ ઉપરાંત માસ્ક અને ગ્લવ્ઝ પહેરવા અનિવાર્ય છે.