પશ્ચિમ બંગાળ, ઓડિશા અને બાંગ્લાદેશ ઉપર ત્રાટકેલા વાવાઝોડા અમ્ફાને ચારે તરફ કેર વર્તાવ્યો છે. વાવાઝોડાએ સૌથી વધારે બંગાળને ઘમરોળ્યું હતું. તેને પગલે બંગાળમાં ૭૨ લોકોનાં મોત થયા છે જ્યારે કરોડો રૂપિયાની સંપત્તિને નુકસાન થયું છે. બુધવારે વાવાઝોડાને પગલે બંગાળમાં જ ૫૫૦૦ મકાનો ધ્વસ્ત થઈ ગયા હતા. તે ઉપરાંત ગુરુવારે પરોઢિયા સુધી વાવાઝોડની તીવ્ર અસર બંગાળ અને ઓડિશા ઉપર જોવા મળી હતી. બંગાળમાં હજારો વૃક્ષો અને વીજળીના થાંભલા પડી જવાના કારણે અનેક રસ્તા બંધ થઈ ગયા હતા તો લાખો લોકો અંધારપટમાં અટવાઈ ગયા હતા.