આત્મનિર્ભર ભારત અભિયાન માટે મોદી સરકાર દ્વારા જાહેર કરાયેલા રૂપિયા ૨૦ લાખ કરોડનાં રાહત પેકેજ અંતર્ગત ગુરુવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને પ્રવાસી શ્રમિક, ખેડૂત, ફેરિયા અને લારીવાળા સહિતના ગ્રામીણ અને શહેરી ગરીબો તથા મધ્યમવર્ગ માટે રાહતના ૯ પગલાંની જાહેરાત કરી હતી. જેમાંથી ૩ પગલાં પ્રવાસી શ્રમિક માટે, એક મુદ્રા શિશુ લોનધારકો માટે, એક પગલું સ્ટ્રીટ વેન્ડર્સ માટે, એક પગલું હાઉસિંગ માટે, એક પગલું આદિવાસીઓ માટે રોજગાર સર્જન અને બે પગલાં નાના ખેડૂતો માટે હતાં.