દેશમાં બે મહિના બાદ આજથી ડોમેસ્ટિક ફ્લાઈટો શરૂ કરી દેવામાં આવી છે. જેણે અનેક મુસાફરોને રાહત આપી છે, પરંતુ કેટલાક મુસાફરોને આજે પ્રથમ દિવસે પણ નિરાશ થવું પડ્યું. અડધી રાત્રે જ અનેક મુસાફરો દિલ્હી એરપોર્ટ પર પહોંચી ગયા હતા, પરંતુ તેમને છેક છેલ્લી ઘડીએ ફ્લાઈટ રદ્દ કરવામાં આવી હોવાની જાણકારી આપવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, દિલ્હીથી પોર્ટ બ્લેર, કોલકતા, હૈદરાબાદ, મુંબઈ અને ઈન્દોરની ફ્લાઈટો કેન્સલ કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ મુંબઈમાં પણ આવી જ સ્થિતિ હતી. અહીં ગુવાહાટી જતી ફ્લાઈટ રદ્દ કરવામાં આવતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
દિલ્હી એરપોર્ટ પરથી 80 ફ્લાઈટોને રદ્દ કરી દેવામાં આવી છે. અગાઉ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 190 ટેકઓફ અને 190 લેન્ડિંગનો અંદાજો લગાવ્યો હતો, પરંતુ હવે 118 ફ્લાઈટો લેન્ડિંગ અને 125 ફ્લાઈટ ટેકઓફ કરશે. 82 ફ્લાઈટોને રદ્દ કરી દેવામાં આવી છે. આ કેન્સલેશન પાછળ રાજ્યો તરફથી ઓછી ફ્લાઈટની અવરજવરને મંજૂરી આપવાનું કારણ દર્શાવાઈ રહ્યું છે.