સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ફરી એકવાર વિશ્વ ફલક પર ગુજરાતના ગૌરવમાં વધારો કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝશને સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની આઠમી અજાયબી જાહેર કરી છે. મોદી સરકારના કેબિનેટ મંત્રી અને ગાંધીનગરની બેઠક પરથી રાજ્યસભાના સાંસદ એસ.જયશંકરે સ્ટેચ્યુ ઓફ યુનિટીને આઠમી અજાયબી તરીકે સ્થાન પ્રાપ્ત થયું છે તેવી એક જાણકારી પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી હતી.