મધ્ય પ્રદેશમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં મંદિરની દીવાલ ધરાશાયી થતાં 9 બાળકોના મોતના સમાચાર મળી રહ્યા છે. આ દુર્ઘટના રાજ્યના સાગર જિલ્લાના શાહપુરમાં બની છે. દુર્ઘટનામાં ઘણાં લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે બાળકો માટીનું શિવલિંગ બનાવી રહ્યા હતા ત્યારે અચાનક જ દીવાલ ધરાશાયી થતાં ગંભીર દુર્ઘટના બની હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.