ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાના પ્રોજેક્ટના ભાગરૂપે બાંધકામ હેઠળની સિલ્ક્યારા-દાંડલગાંવ ટનલ ૧૨ નવેમ્બરે વહેલી સવારે તૂટી પડતાં ફસાયેલા ૪૧ મજૂરોને અંતે એનડીઆરએફ, એસડીઆરએફ, ભારતીય સૈન્ય, વિદેશી ટનલ નિષ્ણાતો સહિત અનેક એજન્સીઓની મદદથી ૧૭ દિવસના અંતે બચાવી લેવાયા છે. મંગળવારે મોડી સાંજે એનડીઆરએફના માણસો ટનલમાં ૬૦ મીટરના કાટમાળમાં નાંખેલી ૮૦૦ મીમીની પાઈપમાંથી મજૂરોને બહાર લાવતા મોત સામેની ૪૦૦ કલાકથી વધુની જંગમાં મજૂરો અને બચાવ ટૂકડીનો વિજય થયો હતો. રેટ હોલ નિષ્ણાતોએ કાટમાળનો અંતિમ ભાગ દૂર કર્યા પછી ૪૧ મજૂરો સાંજે ૮.૦૦ વાગ્યે ટનલની બહાર આવ્યા હતા. આ સાથે ખૂબ જ ધામધૂમથી તેમને વધાવી લેવાયા હતા.