અમદાવાદ શહેરનાં પાલડી વિસ્તારમા આવેલા ABVPના કાર્યાલય પાસે ગઈ કાલે (મંગળવારે) NSUI અને ABVPના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઇ હતી. હુમલામાં જે બે આગેવાનો અને મુખ્ય ચહેરા હતા. એમના નામ ફરિયાદમાં ન લેવા પોલીસ હવાતિયાં કરી રહી છે. મોડી રાત સુધી ઉચ્ચ અધિકારીઓએ બંને પક્ષના લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
NSUI કે ABVPની ફરિયાદ હજુ લેવાઈ નથી. પોલીસે બંને પક્ષની ક્રોસ ફરિયાદ અત્યારે હોલ્ડ પર રાખી છે. માત્ર એક જ ફરિયાદ નોંધાઈ છે. એક ફરિયાદમાં પોલીસ ફરિયાદી છે. પાલડી PI બી.એસ રબારી ફરિયાદી બન્યા છે.
બંને પક્ષોના કાર્યકર્તાઓ સામે સુલેહ શાંતિનો ભંગ કરી એકબીજાને ઈજા પહોંચાડી જાહેરનામાનો ભંગ કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. મારામારી, ગેર કાયદેસર મંડળી રચવી, જાહેરનામાનો ભંગનો ગુનો નોંધ્યો છે.