અમેરિકાના ટેરિફ ટેરર અને બ્રિક્સ દેશોને ટ્રમ્પની ધમકી વચ્ચે બ્રાઝિલના પ્રમુખ લૂલા ડા સિલ્વાએ ગુરુવારે બ્રિક્સ નેતાઓની વર્ચ્યુઅલ બેઠક બોલાવી છે. જોકે, પીએમ નરેન્દ્ર મોદી આ બેઠકમાં ગેરહાજર રહેશે. એ જ રીતે આ મહિનાના અંતમાં સંયુક્ત રાષ્ટ્રની વાર્ષિક બેઠકમાં પણ પીએમ મોદી ગેરહાજર રહેવાના છે. તેમના સ્થાને આ બંને બેઠકોમાં વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર હાજર રહેશે.