રેલવે મંત્રાલયે જાહેરાત કરી છે કે, ૩૦ જૂન સુધી રેલવે પ્રવાસ માટે ૨૫મી માર્ચ પહેલાં બુક કરાયેલી તમામ ટ્રેન ટિકિટ રદ કરી દેવામાં આવી છે. તેથી હવે આ ટ્રેનો કેન્સલ ગણાશે અને પ્રવાસીઓને કેન્સલ થયેલી ટિકિટનું પૂરું રિફંડ ચૂકવાશે. જોકે આ પગલાંની અસર ૧૨મી મે પછી શરૂ કરાયેલી શ્રમિક સ્પેશિયલ ટ્રેનો અને દિલ્હીથી શરૂ કરાયેલી સ્પેશિયલ ટ્રેનો પર પડશે નહીં. તેનાથી એવો સંકેત મળે છે કે, ભારતીય રેલવેએ ઓછામાં ઓછું ૩૦મી જૂન સુધી નિયમિત પેસેન્જર સેવાઓ શરૂ નહીં કરવાનો નિર્ણય લીધો છે.