અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધવાથી સંકટમાં છે તેવામાં લોકડાઉન વચ્ચે વધુ પ્રતિબંધોના આદેશ વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. અરજદારે AMC વિરુદ્ધ અરજી કરતાં કહ્યું છે કે અચાનક જાહેર કરવામાં આવેલા પ્રતિબંધોની જાહેરાતથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો અને લોકોમાં અફરાતફરી સર્જાઈ હતી. અધિકારીઓની અણઆવડત તેમજ બેદરકારીના કારણે કોરોના વાયરસનું સંક્રમણ હજુ વધવાનો ભય છે. આ ઉપરાંત જો કોરોનાનું સંક્રમણ હજુ વધ્યું તો અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી રહેશે. આ અંગેની પિટિશન બાબતે હાઈકોર્ટ આગળ સુનાવણી કરશે.