Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પશ્ચિમ બંગાળનાં કોલકાતામાં ભાજપ પ્રમુખ અમિત શાહનો રોડ શો મંગળવારે હિંસક અને તોફાની બન્યો હતો. કોલકાતામાં રોડ શોનાં રૂટ પર ઠેરઠેર પથ્થરમારો અને વાહનોને આગ લગાડવાની ઘટનાઓ બની હતી. અમિત શાહની ટ્રક પર ડંડા ફેંકવામાં આવતા મામલો બીચક્યો હતો અને પછી ટોળા તોફાને ચઢયા હતા. ટીએમસી, ભાજપ અને ડાબેરી પક્ષોનાં કાર્યકરો સામસામે ઝપાઝપી પર આવી ગયા હતા. ટોળાને વિખેરવા પોલીસને લાઠીચાર્જ કરવો પડયો હતો. જેમાં ભાજપનાં કાર્યકરો તેમજ પત્રકારોને ઈજા થઈ હતી. ઠેકઠેકાણે પોલીસ અને ભાજપનાં ટેકેદારો વચ્ચે ઝપાઝપી થઈ હતી. જો કે તોફાનોમાં અમિત શાહને કોઈ ઈજા થઈ ન હતી. તેમને એસ્કોર્ટ કરીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. તોફાનો અને આગચંપીને પગલે રોડ શો અધૂરો રહ્યો હતો. રોડ શો દરમિયાન કાળા ઝંડા દર્શાવીને તેમજ ‘ગો બેક’ લખેલા પોસ્ટર્સ દ્વારા અમિત શાહનો વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપનું પ્રતિનિધિમંડળ રોડ શોમાં તોફાનોનો વિરોધ કરવા ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ