એક તરફ દેશ કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યો છે અને બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ યથાવત છે. ત્યારે કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ કર્ણાટકના શિવમોગા જિલ્લામાં FIR નોંધવામાં આવી છે. પીએમ કેર ફંડ અંગે ટ્વીટ બાબતે આ કેસ નોંધાયો છે.
કોંગ્રેસના ટ્વીટર હેન્ડલથી 11 મેના રોજ ટ્વીટ કરીને પીએમ-કેર ફંડ પર સવાલ ઊભા કરાયા હતા. FIRમાં સોનિયાને ટ્વીટર એકાઉન્ટ હેન્ડલર ગણાવીને જબાદાર ઠેરવ્યા છે. ટવીટમાં કહેવામાં આવ્યું છે કે, ભાજપની દરેક યોજનાની જેમ PM CARES ફંડમાં પણ ઘણું બધુ છુપાવવામાં આવી રહ્યું છે. શું PM-CARES ફંડમાં દાન આપનારા દેશવાસીઓને તેના ઉપયોગ વિશે જાણકારી ના હોવી જોઈએ?
એક અન્ય ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, PM-CARES નામથી જ સ્પષ્ટ થઈ રહ્યું છે કે, આ ફંડ પ્રજાના નહીં, પરંતુ પ્રધાનમંત્રીની કેર માટે બનાવવામાં આવ્યું છે. જો ભાજપ સરકારમાં પ્રજાની સુરક્ષા કરવાની ઈચ્છા હોત, તો સેંકડો પ્રવાસી મજૂરો રોડ પર ના ઉતર્યા હોત.
પ્રાપ્ત માહિતી મુજબ, પ્રવિણ નામના એક સ્થાનિક વકીલ દ્વારા સોનિયા ગાંધી વિરૂદ્ધ IPCની કલમ 153, 505 અંતર્ગત આ FIR દાખલ કરવામાં આવી છે. FIRમાં અપીલ કરવામાં આવી છે કે, સોનિયા ગાંધી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.