ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા વિરુદ્ધ NSUI અને યૂથ કોંગ્રેસે છત્તીસગઢના રાયપુર કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સંબિત પાત્રા વિરુદ્ધ વિવિધ સમાજો વચ્ચે દુશ્મનાવટ ફેલાવવાના મામલામાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પાત્રા પર પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધી તેમજ સ્વ. જવાહરલાલ નેહરૂ તેમજ કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ ટ્વીટર પર અપમાનજનક તેમજ અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
NSUIના પ્રદેશ અધ્યક્ષ આકાશ શર્મા તેમજ યૂથ કોંગ્રેસના અધ્યક્ષ પૂર્ણચંદ્ર પાઢીની ફરિયાદ પર રાયપુર પોલીસે IT એક્ટ તેમજ IPCની કલમો અંતર્ગત ફરિયાદ નોંધીને કેસ દાખલ કર્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પાઢીએ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી કે પાત્રાએ 10 મેના રોજ ટ્વીટ કરીને બે વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને રાજીવ ગાંધી પર કાશ્મીર મામલે અને વર્ષ 1984માં થયેલા શિખ વિરોધી તોફાનો અને બોફોર્સ કૌભાંડ પર ખોટો આરોપ લગાવ્યો હતો.