જામનગરના મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ટાઉનશીપમાં આયોજિત આજથી અનંત અને રાધિકાનું પ્રિ-વેડિંગ સેલિબ્રેશન શરુ થનાર છે. આ ત્રણ દિવસ ચાલનારા પ્રિ-વેડીંગ સમારોહ નિમિતે ગઈકાલે જામનગર એરપોર્ટથી મોટી સંખ્યામાં સેલીબ્રીટીનું આગમન થયું હોવાથી જામનગરનાં એરપોર્ટને જામનગરની સુવિખ્યાત બાંધણીથી સુશોભિત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ઉપર પરંપરાગત પરીવેશમાં રાસગરબાની રમઝટ બોલાવી સ્થાનિક કલાકારો દ્વારા મહેમાનોને આવકારવામાં આવ્યા હતાં.