રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે 6 IAS અધિકારીઓની બદલીના હુકમો કર્યા છે. ગાંધીનગર DDO આરઆર રાવલને બઢતી આપીને વલસાડ કલેક્ટર તરીકે નિમણૂંક આપી છે. સીઆર ખરસાણ વય મર્યાદાને કારણે નિવૃત થયા હતા.
રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે 6 સનદી અધિકારીઓની બદલીના હુકમો કર્યા છે. જેમાં સેટલમેન્ટ કમિશનર અને ડાયરેક્ટર લેન્ડ રેકોર્ડ હર્ષદ પટેલને રાહત કમિશનર તરીકે નિમણૂંક આપી હતી. હર્ષદ પટેલને સેટલમેન્ટ કમિશનર તરીકેનો વધારાનો હવાલો પણ સોપવામાં આવ્યો છે. ડાયરેક્ટર પેટ્રોલિયમ અને ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના ઓએસી શાલિની દુહાનને ગાંધીનગર DDO તરીકે બદલી કરવામાં આવી છે. ગાંધીનગરના અધિક કલેક્ટર શરીફ હુડાને સુરેન્દ્રનગર જિલ્લાના DDO તરીકે નિમણૂંક આપવામાં આવી છે. અમદાવાદના અધિક કલેક્ટર પરાગ ભગદેવની મોરબી DDO તરીકે બદલી કરવામાં આવી છે. ખેડા જિલ્લાના અધિક કલેક્ટર મયુર મહેતાની ગુજરાત વોટર સપ્લાય સેવરેજ બોર્ડના સભ્ય સચિવ તરીકે બદલી કરવામાં આવી છે.