સેના પ્રમુખ જનરલ બિપિન રાવતની દેશના પહેલાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે નિમણૂંક કરવામાં આવી છે. CDSનું પદ 4 સ્ટાર રેંક બરાબર હોય છે. 31 ડિસેમ્બરે તેઓ પોતાનો પદભાર સંભાળશે. ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બરે જ જનરલ બિપિન રાવત સેના પ્રમુખ પદથી સેવા નિવૃત્ત થવાના છે. જે બાદ લેફ્ટેનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાને સેના પ્રમુખનું પદ સંભાળશે. જોકે હવે બિપિન રાવત સરકારના સૌથી મોટા સૈન્ય સલાહકાર તરીકેની ફરજ નિભાવશે.
સરકારે સેવા નિવૃત્તનો સમયગાળો 3 વર્ષ વધાર્યો
તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો કાર્યકાળ 3 વર્ષ માટે વધારે દેવામાં આવ્યો છે. હવે ચીફ ઓફ ડિફેન્સના નિવૃત્ત થવાની ઉંમર 65 વર્ષની કરવામાં આવી છે. 65 વર્ષની ઉંમર પૂરી થયા પછી જ આ પદથી નિવૃત્ત થશે. પહેલાં 62 વર્ષે નિવૃત્ત થવાની જોગવાઈ હતી.