ચીને ભારતમાં ફસાયેલા પોતાના વિદ્યાર્થીઓ, મુસાફરો અને વ્યવસાયીઓ સહિત પોતાના નાગરિકોને પરત ફરવા માટે નોટિસ આપીને 27 મે સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવા જણાવ્યું છે.
ચીનની એમ્બેસીએ સોમવારે પોતાની વેબસાઈટ પર નોટિસ લગાવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો ઘરે પરત ફરવા માંગે છે તેઓ વિશેષ ફ્લાઈટ્સમાં ટીકીટ બુક કરાવે. ભારતમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યાં છે ત્યારે ચીને આ નિર્ણય કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ભારતમાં ચીનના અંદાજે 1.4 લાખ નાગરિકો રહે છે.