વડોદરા એરપોર્ટ બે મહિનાના વિરામ બાદ સોમવારથી ફરી ધમધમતુ થશે. લોકડાઉનના નવા નિયમો સાથે વડોદરા એરપોર્ટ પર સોમવારથી ચાર ફ્લાઇટનો પ્રારંભ થઇ રહ્યો છે.આ અંગે વાત કરતા એરપોર્ટ અધિકારીએ કહ્યુ હતું કે ઇન્ડિગોની મુંબઇ માટેની ફ્લાઇટ સાંજે 4.40એ આવશે અને 5.20એ મુંબઇ જવા રવાના થશે.
દિલ્હીની ફ્લાઇટ સાંજે 6.45એ આવશે અને 7.25 વાગ્યે પરત દિલ્હી જવા રવાના થશે. એર ઇન્ડિયાની ફ્લાઇ સાંજે 7.20 વાગ્યે દિલ્હીથી આવશે અને 8.20 વાગ્યે પરત જશે.
જ્યારે બેંગાલુરુ માટે ઇન્ડિગોની ફ્લાઇટ રાત્રે 8.00 વાગ્યે આવશે અને 8.40 વાગ્યે પરત જશે. બે મહિનાના પછી ફ્લાઇટો શરૃ થઇ રહી છે અને વડોદરામાં લોક ડાઉનના કારણે ફસાઇ ગયેલા લોકોનો પરત જવા ધસારો પણ વધુ હોવાથી સોમવારની તમામ ચાર ફ્લાઇટનુ બુકિંગ લગભગ ફુલ થઇ ગયુ છે.