ઉત્તરકાશી જિલ્લાના બડકોટ જિલ્લામાં સિલાઈ બેન્ડ ખાતે આભ ફાટતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણકારી મળતાં જ એસડીઆરએફ, પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમો દોડી આવી હતી. આ આફતની લપેટમાં એક નિર્માણાધીન હોટેલ આવી જતાં લગભગ 8-9 શ્રમિક ગુમ થયાની માહિતી મળી રહી છે જેમને શોધવા માટે શોધખોળ અભિયાન હાથ ધરાયું છે.