બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ સામે આવ્યા બાદ પરિક્ષા રદ્દ કરવામાં આવી હતી અને આ મામલે પોલીસ તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાત પોલીસે પેપર લીક કરનાર 6 લોકોની ધરપકડ કરી છે. આ મુદ્દે ગાંધીનગર રેન્જ IG મયંકસિંહ ચાવડા પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું કે, દાણીલીમડા M.S. હાઇસ્કુલમાં પેપરલીક થવા મામલે તપાસ હાથ ધરાઇ હતી.
તેમણે જણાવ્યું કે, આ મામલે અત્યાર સુધીમાં 6 લોકોને ધરપકડ કરાઇ છે. પેપર લીક કરવા મામલે પ્રવીણદાન ગઢવી મુખ્ય સુત્રધાર છે. પ્રિન્સિપાલ વિજયસિંહ વાઘેલાની સંડોવણી છે. ફકરૂદ્દીને પેપરનું સીલ તોડીને ફોટા પાડ્યા હતા. કોંગ્રેસનો કાર્યકર લખવિંદરસિંહ આમાં સામેલ છે. આ સિવાય પ્રવિણદાન ગઢવીનો સાળો પાલીતાણાનો વતની રામ ગઢવી, મહોમ્મદ ફારૂક, દિપક જોશી સહિતના લોકોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે.
તપાસ દરમિયાન પોલીસે 11 મોબાઇલ જપ્ત કર્યા હતા. મોબાઇલ FSLમાં મોકલાયા હતા. વોટસએપ અને ટેલિગ્રામમાં પરીક્ષા પહેલા જવાબ ફરતા થયા હતા. પ્રવિણદાન ગઢવીનું નામ આવ્યું હતું. ગૌરવ જોષીનું નામ સામે આવ્યું હતું પણ તે હયાત નથી. તપાસ કરતા દિપક જોશીનું નામ ખુલ્યું. દાણીલીમડાની એમ.એસ હાઇસ્કૂલ ખાતે કાવતરૂ ઘડાયું હતું. પ્રવીણદાન ગઢવી મુખ્ય સૂત્રધાર છે.
દાણીલીમડા સ્કૂલના પ્રિન્સીપાલ વિજયસિંહ, સ્કૂલના શિક્ષક ફારૂક ફકરૂદ્દીનની પણ સંડોવણી છે. આજ સ્કુલના ફકરુદ્દીને કટ્ટર વડે પેપર કાઢ્યું હતું. ફારૂકે પેપરનું સીલ તોડ્યુ હતું. ફારૂકે પેપર પ્રવીણદાન ગઢવીને આપ્યું હતું. ફારૂક ફકરૂદ્દીને તમામ વર્ગમાં પેપર પહોંચતું કર્યું હતું. લખવિન્દર સિંહ કોંગ્રેસ કાર્યકર્તાનું પણ નામ સામે આવ્યું હતું. લખવિન્દર સિંહે પેપર ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા. વિજયસિંહ એમ.એસ સ્કૂલના પ્રિન્સિપાલ છે. ફરકરુદ્દીને પેપરના ફોટા પાડ્યા હતા.
પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. વધુ કેટલાક આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી ચાલુ છે.