કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ વિશેષ પેકેજ સંદર્ભમાં નાણાપ્રધાન સીતારામન દ્વારા થયેલી અંતિમ જાહેરાત પછી નિરાશા જાહેર કરી છે. તેમણે કહ્યું કે સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે ખરાબ આર્થિક સ્થિતિમાંથી દેશને બહાર કાઢવા કેન્દ્ર સરકાર પાસે કોઇ રોડમેપ નથી. સરકાર આ ધિરાણોને પ્રોત્સાહન પેકેજ ના કહી શકે. શહેરી ગરીબો અને પ્રવાસી શ્રમિકો માટે સરકારના આ પેકેજમાં કાંઇ નથી. આનંદ શર્માએ કહ્યું કે પેકેજ માત્ર રૂપિયા ૩.૨૨ લાખ કરોડનું છે. પેકેજ જીડીપીના ૧.૬ ટકા બરોબર જ છે. PMએ કહ્યું હતું તેવું ૨૦ લાખ કરોડનું પેકેજ નથી.