આવકવેરા વિભાગ છેલ્લા ચાર દિવસથી રાજકોટ (Rajkot) શહેરના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રણવ શાહની ઓફિસમાં સતત તપાસ કરી રહ્યું છે. ઢેબર રોડ પર સન આર્કેડ કોમ્પ્લેક્સ સ્થિત તેમની ઓફિસમાં આ દરોડો પાડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, તપાસનું કારણ એ સામે આવ્યું છે કે નકલી રાજકીય પક્ષોને દાન આપીને મોટી રકમનો કરચોરી કરવામાં આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યની બહાર નકલી પક્ષોનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે કર બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.માહિતી અનુસાર, તપાસમાં ખુલાસો થયો છે કે રાજકોટની એક પેઢીએ લગભગ 200 કરોડ રૂપિયાનું નકલી રાજકીય દાન આપ્યું છે. આવકવેરા વિભાગે આ સમગ્ર મામલાની વિગતવાર તપાસ હાથ ધરી છે.