સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. એવામાં આમ આદમી પાર્ટી દ્વારા સોમવારે (4 ઓગસ્ટ) મોરબીમાં 'ગુજરાત જોડો અભિયાન' હેઠળ જાહેર સભાનું આયોજન કરાયું હતું. જેમાં આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના પ્રવચન દરમિયાન એક યુવકે કેજરીવાલ વિશે પ્રશ્ન પૂછ્યો હતો. જોકે, આ પ્રશ્નથી ત્યાં હાજર આપના એક કાર્યકર્તા રોષે ભરાયા અને પ્રશ્ન કરનારને લાફો ઝીંકી દીધો. ત્યારબાદ સભામાં ભારે હોબાળો થઈ ગયો હતો.