મહારાષ્ટ્રના એક ભાજપ ધારાસભ્યએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વિશે મોટું નિવેદન આપ્યું છે. વિધાનસભા પરિષદના સભ્ય પરિણય ફુકેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની તુલના ભગવાન શ્રી રામ, ભગવાન કૃષ્ણ અને ભગવાન શિવ સાથે કરી છે. આ ઉપરાંત ધારાસભ્ય પરિણય ફુકેએ કહ્યું કે, 'દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રને વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે અને તેને દેશનું નંબર-વન રાજ્ય બનાવ્યું છે.'