સોનાની દાણચોરીના કેસમાં કન્નડ અભિનેત્રી રાન્યા રાવને એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ આદેશ ફોરેન એક્સચેન્જ કન્ઝર્વેશન એન્ડ સ્મગલિંગ પ્રિવેન્શન એક્ટ (COFEPOSA) એડવાઇઝરી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં રાન્યા રાવ સાથે અન્ય બે આરોપીઓનો પણ સમાવેશ થાય છે.