Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • વર્ષા ભગત- ગાંગુલી સંશોધિત લિખિત આ પુસ્તક ચાળીસ વર્ષ દરમ્યાનના ગુજરાતનાં આંદોલનોનું દસ્તાવેજી મૂલ્યાંકન કરે છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ્સ ઓફ એડવાન્સ્ડ સ્ટડિઝ દ્વારા ૨૦૧૫માં આ પુસ્તક પ્રકાશિત થયું હતું. પોતાની અંગત જિંદગીના સંઘર્ષ, પડકારો ને ઝીલતાં ઝીલતાં સંશોધન, પ્રવાસ, વાંચન, લેખન સાથે ભારે મહેનતથી આ કાર્ય થયેલું છે. પાંચ આંદોલનો નવનિર્માણ, અનામતઆંદોલન-૧૯૮૧, અનામત આંદોલન-૧૯૮૫, ફેરકુવા આંદોલન ને મહુવા આંદોલનનો આ તબક્કો ૧૯૭૪-૭૫, ૧૯૮૧,૧૯૮૫, ૧૯૯૦-૯૧ ને ૨૦૧૦થી આગળ ગણાય. મોંઘવારી, ભ્રષ્ટાચારનો વિરોધ નવનિર્માણ દ્વારા, વિદ્યાર્થીઓને ઊચ્ચ અભ્યાસ જેમ કે મેડિકલ- ઇજનેરી વિદ્યાશાખા માટે તથા સરકારી નોકરીમાં અનામત માટે ૧૯૮૧, ૧૯૮૫, નર્મદા બચાવ માટે મોટાબંધની તરફેણ ને વિરોધ સંબંધિત ફેરકુવા તથા નિરમા પ્લાન્ટના વિરોધમાં પર્યાવરણ રક્ષણ ને ખેડૂતોના નાગરિક હક્ક માટે મહુવા આંદોલનો થયાં. વિદ્યાર્થીઓ, સામાન્ય જનસમુદાય, સરકારી કામદારો( અનામત આંદોલન), સ્ત્રીઓ, ખેડૂતો દ્વારા વખતોવખત સહભાગ લેવાયો હોય તેવી આ આંદોલનોની તરાહ રહી.

    પાંચેપાંચ આંદોલનોની પ્રથમ પ્રસ્તાવક ભૂમિકા, ઐતહાસિક પરિપ્રેક્ષ્ય, સમયખંડ, કારણો, સ્વરૂપ, સહભાગીઓ, નેતાગીરી, પ્રતિકારની રીતો ને પડઘા, સરકારનું વલણ, કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિ , પરિમાણ ને પરિણામની વર્ષાએ વિશદ ચર્ચા કરી છે. દરેક પ્રકરણને અલગ રીતે સંકલિત કરી તેનું વિશ્લેષણ કર્યું છે. દરેક આંદોલનમાં ભૌગોલિક, સામાજિક, આર્થિક, સાંસ્કૃ તિક, કાયદાકીય તાસીર કેવી રહી ને પરિવર્તનની જે તરાહ બની તેની ઉદાહરણ સમેત નોંધ લીધી છે. કયુ આંદોલન, કેવા સંજોગોમાં, કેવી રીતે, કોના દ્વારા શરૂ થયું, કોણ જોડાયું, કોણે કોનો , કેવી રીતે કયાં ઉપયોગ કર્યો કે થયો, આંદોલન શરૂ થયા પછી વેગ આપવા કઈ ને કેવી હિલચાલ થઈ, રાજકારણીઓનું નીતિ વિષયક વલણ ને મિજાજ કેવી રીતે પ્રગટ થયો ને એનો મૂલ્યવિષયક ગ્રાફ કેવો રહ્યો, તે રીતે આંદોલનકારીઓનો મિજાજ, વલણ ને રીતિનીતિ કેવી રહી તેની પણ સુપેરે સ્પષ્ટ ચર્ચા કરી છે. કેટલા દેખાવો થયા, કઈ નવી રીતો થકી વિરોધ પ્રદર્શન થયું, કેટલા નિર્દોષ યુવાનો, નાગરિકો શારીરિક રીતે હુલ્લડ ઉપરાંત પોલીસ પગલાંનો ભોગ બન્યાં ને જાનમાલનું નુકસાન થયું તેની આંકડાકીય વિગત સાથે અધિકૃત માહિતી આપી છે. કયુ આંદોલન પહેલાં જેમને અન્યાયકારક લાગ્યું કે અસરકર્તા લાગ્યું તેમણે શરૂઆત કરીને પછી કોણે , કેવી રીતે જોડાઈને એને વેગ આપ્યો જેમાં રાજકીય પક્ષો, મધ્યમવર્ગ, જ્ઞાતિ આધારિત ધ્રુવીકરણ વગેરે વગેરે મુદ્દા મુખર બન્યાને ધીમે ધીમે આંદોલનો એક પછી એક પગલું ભરતા કરવટ બદલતાં રહ્યાં ને ભારતીય બંધારણમાં નિહિત મૂળભૂત નાગરિક અધિકારો, આંતરરાષ્ટ્રીય માનવ અધિકારો ને પર્યાવરણ સંબંધિત ગતિવિધિ, બજાર સંસ્કૃ તિ ને મૂડીવાદી પરિબળોનો પ્રભાવ, વિકાસ મોડેલની રૂખ, બહુમતનું પ્રચંડ અસલામતીનું પ્રતિબિંબ , આધુનિકતા ને પરંપરાનું સમાંતરે મૂલ્યાંકન વર્ષાએ પૂર્વસૂરિઓની પગદંડી પર તો કર્યું પરંતુ તેની કેડી સર્જી આપીને એટલી સ્પષ્ટ સુરેખ રેખાઓ દોરી છે કે નીરક્ષીર વિવેક સમજાય જ જાય.

    દેખીતી રીતે સ્વયંભૂ જનઆંદોલન જ લાગે જેમાં વિદ્યાર્થીઓ ને આમપ્રજા પોતાને થતી અસરથી જોડાય, રેડિકલ ને રિબેલીયસ વિચારઆચારનું પ્રતિબિંબ પછી પલટી મારી રાજકારણના આટાપાટામાં પરિવર્તિત થઈ જાય ને કોણ કોનાં પ્યાદાં બન્યાં, દેખીતી વાત પછી વ્યવસ્થિત રીતે લોકસમુદાયનાં વિભાજનને અલગાવવાદી માનસમાં પલટીને 'એ લોકો- પેલા લોકો- આપણાં લોકો એવા શબ્દો ચલણી બનતા જાય, ન્યાયાલયોને આશરે જવાની વૃત્તિ ને તેનો પ્રભાવ, નિષ્ણાતોની બોલબાલા, વ્યવહારુ ઉકેલની સાંકડી થતી જતી શક્યતાઓનું રેખાકંન, ‘જૈસૈ થે’ નું આલેખતું ચિત્રાંકન સંયોગ સ્પષ્ટ છે. મૌન રહેવા- વળતરની આપલે ને મૌન કરી દેવાની પ્રક્રિયા કેવી રીતે થાય છે, સક્ષમ કઈ રીતે સક્ષમ બન્યાં કરે ને ઉપરથી નીચે કે નીચેથી ઉપર ઉતરાવચડાવ થતા રહે જેમાં દરેક પોતાના હિસ્સાનું વળતર તો મેળવી લે ને મોટો સમુદાય તો સમજે સમજે તે પહેલાં સઘળું રાજકીય ઇચ્છાશક્તિને આધીન જ હોય તેનો વીંટો વળી જાય! નવનિર્માણથી જ મૂલ્ય ધોવાણ, જનસમુદાયના વિભાજનના બીજ વેરાયેલાં તેની ધીમી મક્કમ અસર ત્યાર પછીના આંદોલનોમાં , સંસાધનોની અસમાન વહેંચણી, ઉદ્યોગોને પંપાળવાની વૃત્તિની સમાંતર પોતાને જે જોઈએ છે તે સહજ- સરળ લાગે તે રીતે હસ્તગત કરવાની દાનત , પાણી ને જમીન બચાવવાની વાતે મુખર થઈને રહી. ભાવ વધારો નવનિર્માણને જન્મ આપે, વંચિતોને રાહતનો વિકાસશીલ મુદ્દો સહિતોની અસલામતીનો પડઘો બની મુખર થાય પરંતુ સંસાધનો પર સહિતોની મરજીની પકડ અકબંધ રહે તેનું અંકુરિત પરિમાણ બાકીના ચાર આંદોલનમાં પ્રતિબિંબિત થઈને રહ્યું. આદિવાસી, ખામ, દલિત, મુસ્લિમ, ગરીબ સામે સક્ષમ ,સવર્ણ, ટૂંકમાં રહિત ને સહિત: ફાવેલાં ને ન ફાવેલાં વચ્ચેનો ગજગ્રાહ કોની કેવી દાનત હતી ને છે તે દીવા જેવું સ્પષ્ટ કરી આપવામાં આવ્યું છે.

    માહિતી અધિકાર, પંચાયતી રાજમાં તૃણમૂલમાં સ્થાનિક નેતાગીરીની સક્ષમતા, જળજંગલ જમીન પર આદિજાતિને હક્ક જેવા મુદ્દે જાગતિક પરિવર્તનોનો પોતાના હિતમાં ઉપયોગ કરી સમતા, સમરસતા જેવી બાબતો નિર્દોષ રીતે જનમાનસ પર પ્રભાવક બનાવવાની રસમ તો આવી ને તે સ્વીકૃત પણ બનતી રહે તે કેટલે અંશે આવકાર્ય જેવા પ્રશ્નો પણ ઉઠાવાયા છે! દરેક પક્ષપાંખ, જ્ઞાતિવાડા , શિક્ષિત- અશિક્ષિતોનો કંઈક ઝૂંટવવાના પણ હાંસલ કરવાના આક્રમક મિજાજ સાથે તેની યુવા- મહિલાપાંખની પ્રવૃત્તિ જેવી બાબતો અને અસરોની વાતે વર્ષાએ ખાસ્સું ઝીણું અવલોકન કરી તાણાવાણાં મેળવ્યાં છે! આટલાં આંદોલનો ને જનસમૂહની સામેલગીરી છતાં કોઈ યુવા કે સ્ત્રી નેતાગીરી ઝળહળતી પ્રગટી નહીં અને એમ કેમ બન્યું તે મનીષાનું જેન્ડર કેન્દ્રિત , વર્ષાનું સમાજકેન્દ્રિત પુસ્તક સળંગ વાંચીએ એટલે વાજાપેટીમાં પોતીકી રીતે ગોઠવેલી સૂરીલા સાજની લયબદ્ધ સિક્વન્સની જેમ દ્રશ્યમાન થાય જ છે. લય ને સૂરની બાંધણીનું સંચરણ કોના ઇશારે છે તે જ સાનમાં સમજવું જરૂરી છે! દરેક આંદોલનની ફળશ્રુતિ પણ તટસ્થ મંતવ્ય માંગે છે. વર્તમાન પરિસ્થિતિમાં જ્ઞાતિ આધારિત આંદોલનની પકડનું આકલન કરી કેટલાક સવાલ પણ ઉઠાવ્યા છે તેના પ્રત્યુત્તરની શોધ એ સમાપનનું અધ્યાહાર પાસું છે. બધી જ વાતે હું મારું ડહાપણ ડહોળું તો વાચકો તરીકે તમે શું કરશો? તો પછી અહીં જ અટકું ને!

    - બકુલા ઘાસવાલા

    - વલસાડ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ