ભારતીય સેનાની ત્રણે પાંખોની કામગીરીનું સંકલન કરવા માટે વર્ષ ૨૦૨૨ સુધીમાં પાંચ મિલિટરી થિયેટર કમાન્ડ અંતર્ગત પનઃરચના કરાશે. દરેક મિલિટરી થિયેટર કમાન્ડના ઓપરેશન અને કમાન્ડ સ્ટ્રક્ચરને તેમાં વ્યાખ્યાયિત કરાશે. કેન્દ્રીય પ્રધાનમંડળની મંજૂરી બાદ મિલિટરી બાબતોના વિભાગમાં ટૂંકસમયમાં અધિક અને સંયુક્ત સચિવોની નિયુક્ત કરાશે. ચીનને ધ્યાનમાં રાખીને નોર્ધન કમાન્ડ અને પાકિસ્તાનને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન કમાન્ડ સાથે થિયેટર કમાન્ડ અંતર્ગત સેનાની ત્રણે પાંખની પુનઃરચના પર ગંભીર વિચારણા શરૂ કરી દેવાઇ છે. હાલ ચીન અને અમેરિકાની સેનાઓ આ પ્રકારના થિયેટર કમાન્ડ ધરાવે છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતને કેન્દ્ર સરકાર દ્વારા થિયેટર કમાન્ડની રચના કરવાનો આદેશ અપાયો છે.