CAAને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે તો ભાજપ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ રૂપે CAAને સમર્થન કરતી રેલીઓનું આયોજન ઠેર ઠેર કરવામાં આવી રહ્યું છે. જે બાદ ગુજરાતની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા લોકોએ સવાલો પણ ઉઠાવ્યા છે કે, કાયદાના સમર્થનમાં રેલી યોજવાની અને સભા કરવાની પરવાનગી મળી શકે છે, તો વિરોધ કરવાની મંજૂરી કેમ નથી આપતા? ઉલ્લેખનીય છે કે પોલીસ વિરોધ પ્રદર્શન માટે મંજૂરી નથી આપી રહી, જેને લઈને ગુજરાત પોલીસ પણ સવાલોના ઘેરામાં છે.