મોદી કેબિનેટે આજે 2021ની વસ્તી ગણતરી અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR)ને અપડેટ કરવાની મંજૂરી આપી દીધી છે. 2021ની વસ્તી ગણતરી 1 એપ્રિલ 2020થી શરૂ થઇ શકે છે. જણાવી દઇએ કે 2010માં પહેલી વખત NPR તૈયાર કરવાનો નિર્ણય લેવાયો હતો. 2011ની વસ્તી ગણતરીની સાથે NPR લાગુ કરી દેવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર આ NPR માટે પ્રત્યેક વ્યક્તિ પાસે 15 માહિતી એકઠી કરવામાં આવશે. જેમાં વ્યક્તિનું નામ, માતા પિતા, લિંગ, જન્મ, શૈક્ષણિક સ્થિતિ, એડ્રેસ વગેરે સામેલ છે. ગત વખતની સરખામણીએ આ વખતે વધુ માહિતી માગવામાં આવી શકે છે.