નાગરકિતા કાયદા (CAA)ના વિરોધમાં દિલ્હીની જુમાની નમાજ બાદ જામા મસ્જિદ પર પ્રદર્શન શરૂ થઇ ગયું છે. અહીં પોલીસે બેરિકેડિંગ કરી રાખ્યું છે. શુક્રવારની નમાજ અને કેટલાક સંગઠનો દ્વારા CAAની વિરુદ્ધ પ્રદર્શનોને આહ્વાન કર્યા બાદ રાષ્ટ્રીય રાજધાનીના ઉત્તર પૂર્વીય જિલ્લાના કેટલાક ક્ષેત્રોમાં પોલીસે ફ્લેગ માર્ચ કર્યું. કેટલાક સ્થાનો પર ભારે પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે.