વિશ્વભરના દેશોમાં આજે ઇદનો તહેવાર મનાવામાં આવી રહ્યો છે. લોકો એકબીજાને સોશિયલ મીડિયા દ્વારા મુબારકબાદ આપી રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઇદની શુભેચ્છા પાઠવી હતી. સોશિયલ મીડિયા હેન્ડલ ટ્વીટર પર પીએમ મોદીએ લખ્યું કે ઇદ-ઉલ-ફિતર પર શુભેચ્છા. આ ખાસ અવસર પર કરૂણા, ભાઇચારા, અને સદભાવનાને આગળ વધારતા તમામ લોકો સ્વસ્થ અને સમૃદ્ધ રહે.
PM નરેન્દ્ર મોદી સિવાય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ દેશવાસીઓને ઇદના અભિનંદન પાઠવ્યા હતા.રાષ્ટ્રપતિએ લખ્યું કે આ વખતે ઇદ મનાવતા કોરોના સંકટને જોતા સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન ચોક્કસ કરો. આ સિવાય કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, બસપા પ્રમુખ માયાવતી સહિત અન્ય નેતાઓએ પણ દેશવાસીઓને ઇદ માટે શુભેચ્છા પાઠવી હતી.