દેશમાં નાગરિકતા સુધારા કાયદા અને પ્રસ્તાવિત નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC) સામેના વિરોધ મધ્યે કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે અખબારી મુલાકાતમાં જણાવ્યું હતું કે, નાગરિકોએ નાગરિકતા સુધારા કાયદા, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) અને NRC પર કોઇ શંકા કરવી જોઇએ નહીં. સરકાર NRC માટે પ્રતિબદ્ધ છે પરંતુ તમામ કાયદાકીય પ્રક્રિયા અને તમામ સ્ટોક હોલ્ડર્સ સાથે ચર્ચા કર્યા પછી જ NRCનો અમલ કરાશે. NPRને લાગેવળગે છે ત્યાં સુધી તે દેશમાં રહેતા લોકોની ગણતરી છે. તેની સાથે નાગરિકોને કોઇ લેવાદેવા નથી.