નાગરિકતા સંશોધન કાયદાના વિરૂદ્ધ દેશના કેટલાક ભાગોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હી રેલીમાં પ્રદર્શનકારીઓને અફવામાં ન આવવાની અપીલ કરી અને કહ્યું કે, NRC જેવી કોઇ વસ્તુ નથી. આ વચ્ચે આજે કોંગ્રેસ પાર્ટીએ સરકારના આ કાયદા વિરૂદ્ધ સત્યાગ્રહ પ્રદર્શન યોજ્યું છે. સોનિયા, રાહુલ અને પ્રિયંકા સહિત કોંગ્રેસ હાઇ કમાન્ડ આજે રાજઘાટ પર સત્યાગ્રહ કરી રહ્યું છે. આ સિવાય દેશના કેટલાક ભાગોમાં આ કાયદાના વિરોધમાં પ્રદર્શન ચાલી રહ્યા છે. કોંગ્રેસનો આ સત્યાગ્રહ બપોરે 3 વાગ્યાથી શરૂ થયો છે જે રાત્રે 8 વાગ્યા સુધી ચાલશે.
સત્યાગ્રહ માટે રાજઘાટ પર પૂર્વ પીએમ મનમોહનસિંહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ, અશોક ગેહલોત, એકે એન્ટની, વરિષ્ઠ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, અહેમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગેસહિતના વરિષ્ઠ નેતા હાજર રહ્યા છે.
રાજઘાટ પર સોનિયા ગાંધીએ બંધારણની પ્રસ્તાવનાને વાંચી. ત્યાર બાદ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ બંધારણ પ્રસ્તાવનાને વાંચી.