થોડા દિવસો પહેલાં જ ગુજરાત સરકારે હેલ્મેટને લઈ શહેરમાં રહેતાં લોકોને રાહત સમાચાર આપ્યા હતા કે હવેથી શહેરોમાં હેલ્મેટ પહેરવું મરજિયાત છે. જે બાદ શહેરોમાં રહેતાં લોકો ખુશખુશાલ થઈ ઝૂમી ઉઠ્યા હતા. હેલ્મેટ મરજિયાત કરવા અંગે આજે સીએમ રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી. રાજ્ય સરકારના નિર્ણય અંગે ખુલાસો કરતાં સીએમ રૂપાણીએ કહ્યું કે, આ કાયદો થોડા સમય માટે જ મોકૂફ રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રોડ સેફ્ટી કાઉન્સિલે રાજ્યના મુખ્ય સચિવ પાસે હેલ્મેટનો કાયદો મરજીયાત કરવા અંગે ખુલાસો માંગ્યો હતો. જેને પગલે મુખ્યમંત્રીએ આજે કહ્યું હતું કે, કાયદો કાઢી નાંખવામાં આવ્યો નથી.