કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સુધારા કાયદા મુદ્દે ગૂંચવાડો સર્જવાનો વિપક્ષ પર આરોપ મૂકતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષ નાગરિકતા સુધારા કાયદા પર જનતાને ગેરમાર્ગે દોરી રહ્યો છે. વિપક્ષે દિલ્હીના શાંતિપૂર્ણ વાતાવરણને ડહોળી નાખ્યું છે. અમિત શાહે જણાવ્યું હતું કે, નાગરિકતા સુધારા કાયદા પર સંસદમાં ચર્ચા થઈ હતી. ત્યારે વિપક્ષના કોઈ નેતા કશું બોલ્યા નહોતા. સંસદમાંથી બહાર આવ્યા પછી તેમણે લોકોને ગેરમાર્ગે દોરવાનું શરૂ કરી દીધું હતું.