અમદાવાદના પાલડી વિસ્તારમાં ABVPએ NSUIના કાર્યકરને માર મારવા મામલે કોંગ્રેસ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. ગાંધીનગરમાં હુમલો કરનાર આરોપીઓ સામે ફરિયાદ નોંધવાને લઇને વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. બીજી તરફ અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરી ખાતે કોંગ્રેસનું ડેલિગેશન પહોચ્યુ હતું અને ફરિયાદ નોંધવા રજૂઆત કરી હતી.
નિખિલ સવાણીએ ટ્વીટ કરી પોલીસ પર આરોપ લગાવ્યો
ABVP કાર્યકરોના હુમલામાં ઘાયલ થયેલા NSUIના કાર્યકર નિખિલ સવાણીએ ટ્વીટ કરી ગંભીર આરોપ લગાવ્યો છે. નિખિલ સવાણીએ ટ્વીટ કરી કહ્યું કે, ‘હું (નિખિલ સવાણી) અત્યારે હોસ્પિટલમાં છું. મારી પર થયેલા હુમલાને 24 કલાક થઇ ગયા છે પરંતુ હજુ સુધી હુમલો કરનારાઓ પર પોલીસે FIR દાખલ કરી નથી અને મારી પર BJYMના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઋત્વિજ પટેલનું નામ પરત લેવાનું પોલીસ દ્વારા દબાણ બનાવવામાં આવી રહ્યું છે. હોસ્પિટલ બહાર પોલીસ અને એસઆરપી મોટી સંખ્યામાં તૈનાત છે. હુમલો કરનારાઓ પર FIR દાખલ નહી કરવામાં આવે તો હું અસ્વસ્થ હાલતમાં અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસ પર ધરણા પર બેસી જઇશ.